Posts

Showing posts from March, 2018

માર્ચમાં જ ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે ગુજરાતમાં ગરમી

Image
કામ ન હોય તો માર્ચ મહિનામાં ઘરમાંથી બપોરના સમયે બહાર નીકળવાનુ ટાળજો. હવામાન વિભાગની આગાહીમાં જણાવાયુ છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાતમાં ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. માર્ચ મહિનાથી શરૂઆતમાં જ ગરમીનો કકળાટ શરુ થતા આ વર્ષે ઉનાળો આકરો સાબિત થવાનો છે. માત્ર ગુજરાત જ નહીં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.હવામાન વિભાગ દ્વારા સીઝનલ ફોરકાસ્ટ રીપોર્ટમાં આકરા ઉનાળાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં પણ ગરમી જોવા મળશે. દિલ્હી, હરીયાણા, પંજાબ, રાજસ્થાનમાં ૧.૫ ડિગ્રી તાપમાન વધુ જોવા મળશે.

જળશ્રી કૃષ્ણ: નર્મદાનીર પહોંચ્યા રાજકોટ માં

ઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત રાજકોટ માટે આ ઉનાળામાં રાહત થાય તેવું પગલું સરકારે લીધું છે. શુક્રવારે સવારે 8 કલાકે ધોળીધજા ડેમમાંથી નર્મદાનું પાણી છોડીને આજી ડેમ તરફ રવાના કરી દેવાયું છે. આજે આ નર્મદાના નીરનો ધસમસતો પ્રવાહ ત્રંબા ગામ પહોંચી ગયો છે. ત્યારે તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ પાણી શનિવાર બપોર કે સાંજ સુધીમાં આજીડેમ પહોંચી જશે અને ધીરે ધીરે પાણીનો ભરાવો શરૂ થઇ જશે. મનપાએ રાજકોટ સિંચાઇ વિભાગ પાસે બે મહિના પહેલા સૌની યોજનાના પાણી માટે માંગ કરી હતી. સિંચાઇ વિભાગે તે દરખાસ્ત સરકારમાં મૂકી હતી. જેને ગંભીરતાથી લેતા શુક્રવારે જ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે પાણી પહોંચ્યા બાદ કોઇ તકનીકી ખરાબી નહીં સર્જાય તો દરરોજ ઓછામાં ઓછું 40 કરોડ લિટરથી માંડી 70 કરોડ લિટર પાણીની આવક આજી ડેમમાં થશે તેમ રાજકોટ સિંચાઇ વર્તુળના સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર કે. એચ. મહેતાએ જણાવ્યું હતુ. રાજકોટે માગ્યું હતું 2000 કરોડ લિટર પાણી સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળા માટે આજીડેમ ભરવા બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણીની માંગ કરી હતી. સિંચાઇ વિભાગે આ માંગ સરકાર પાસ...