Posts

હરમનપ્રીત કૌર માટે આગળ આવ્યો યુવરાજ સિંહ, ગૂગલ સર્ચમાં આ ભૂલ સુધારશે

Image
  હરમનપ્રીત કૌર નું બેટ શાંત પડી શકે છે. પરંતુ, હરમનપ્રીત કેપ્ટનશિપ ના મામલે શાનદાર છે. તેની શાનદાર કેપ્ટનશીપનું પરિણામ એ છે કે, ભારતીય ટીમ મહિલા   T20 વર્લ્ડ કપ ની સતત ત્રીજી સેમિફાઇનલ રમવા જઈ રહી છે. પરંતુ, આ સફળતા વચ્ચે, એક સમાચાર તેના સંબંધી અભિયાન સાથે જોડાયેલા છે, જેને ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સમર્થન આપ્યું છે. યુવરાજ સિંહે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે દર્શાવ્યું છે કે જો તમે ગૂગલ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટનને સર્ચ કરો છો તો માત્ર રોહિત શર્મા અથવા હાર્દિક પંડ્યાનું જ નામ દેખાય છે, જ્યારે હરમનપ્રીત કૌરનું નામ ત્યાં દેખાતું નથી. યુવરાજ સિંહ આનાથી દુઃખી છે, તેથી તેણે હવે #IndianCricketTeamCaptainHarmanpreetKaur અભિયાનને સમર્થન આપ્યું છે, જેથી તેને સુધારી શકાય. હરમનપ્રીત કેપ્ટનશિપના મામલે શાનદાર છે રૈના પણ કેમ્પેઈન સાથે જોડાયો યુવરાજ સિંહ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ માટેના તેમના અભિયાનનો એક માત્ર ભાગ નથી. તેના બદલે સુરેશ રૈના પણ આ અભિયાનમાં તેની સાથે જોડાયો છે. તેમજ ભારતના લોકોને તેમાં જોડાવા અપીલ કરી હતી. આ છે કેમ્પેઈનનો હેતુ યુવી જે ઝુંબે...

સોમનાથ મંદિરને લૂંટવા જ્યારે ગઝનીથી મહમૂદ નીકળ્યો

સોમનાથ મંદિરને લૂંટવા જ્યારે ગઝનીથી મહમૂદ નીકળ્યો જ્યારે ગુર્જરભૂમિનો સુવર્ણકાળ ગણાતા સોલંકીઓના યુગના હજુ મંડાણ જ થયા હતા.અગિયારમી સદીનો આરંભ હતો અને સૌરાષ્ટ્રનો મધ્ય, પશ્ચિમ અને ઉત્તરનો ભાગ હજુ સોલંકીઓની સત્તા હેઠળ આવ્યો નહોતો પણ સૌરાષ્ટ્રના દક્ષિણકિનારે એમની આણ વર્તાવા લાગી હતી. સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો ખૂબ ફળદ્રુપ તથા સમૃદ્ધ હતો અને એ વખતની દુનિયા સાથેના વેપારનું ત્યાં કેન્દ્ર હતું. સોમનાથ-પાટણ જેવું તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું એવું જ વિશ્વમાં સમૃદ્ધ બંદર અને વેપારી મથક તરીકે પણ જાણીતું હતું. સોમનાથની સમૃદ્ધિ જેટલી ધર્મસ્થાન તરીકે હતી એટલી જ વેપારથી પણ હતી અને રાજા-મહારાજાઓ સોમનાથમાં આવી વિસામો ખાવાનું પસંદ કરતા હતા.એ વખતે સોમનાથમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીના અને છેક આસામ જેવાં દૂરદૂરનાં સ્થળોથી યાત્રાળુઓ આવતા અને ચીન તથા અરબસ્તાનનાં વહાણો લાંગરાતાં. સોમનાથ મંદિરના પુનરુદ્ધાર વખતે આધારભૂત સંશોધન કરનારા ઇતિહાસવિદ્ રત્નમણિરાવ ભીમરાવે પોતાના પુસ્તક 'પ્રભાસ-સોમનાથ'માં સોમનાથની જાહોજલાલીનું વર્ણન કરતાં ઉપરોક્ત દાવો કર્યો છે.લેખકના મતે 'કોઈ પણ વિધર્મી લૂંટારાને લલચાવા સોમનાથન...

વડાપ્રધાન મોદીના

ચિંતા ૨૦૧૯ની બિલકુલ નથી એ પછીના પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે ૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટ્‌સ મળી હતી. આ વખતે ૩૦૦ પ્લસ પાકી છે અને એન.ડી.એ.એ કુલ મળીને ૩૫૦ થી પોણા ચારસો સીટ્‌સ મળે છે એ નક્કી છે. લોકસભામાં ટુ થર્ડ મેજોરિટી થઈ જવાની એ પાકું – બે તૃતિયાંશ બહુમતી માટે ૩૬૨/૩૬૩ સીટ્‌સ જોઈએ. ·          મારો અભ્યાસ એમ કહે છે કે ડિસ્પાઈટ એવરિથિંગ મોદી માટે આ ચૂંટણી કેકવૉક છે. બીજી ટર્મ એમને મળશે કે નહીં એ વિશે મારામનમાં કોઈ અવઢવ નથી. બીજી ટર્મ મળશે એટલું જ નહીં , લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે મળશે અને આવતાં બે-ત્રણ વર્ષમાં રાજ્યસભામાં પણ એન.ડી.એ. બે તૃતિયાંશ બહુમતી મેળવી લેશે. અને આ બીજી ટર્મના છેલ્લા બે વર્ષ દરમ્યાન જે કંઈ બંધારણીય સુધારણાઓની અને ક્રાન્તિકારી પગલાંઓની આપણે સૌ આશા રાખીએ છીએ તે બધાં જ કામ થવાનાં. એ બધાં કામઉપરાંત આપણે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવાં એવાં કામ આ મોદી દિવસરાતના ઉજાગરા કરીને આપણા માટે કરવાના છે – મારા આ શબ્દો લખી રાખજો , એવાં એવાં કામ મોદી કરશે જેની આપણને કલ્પના પણ નહીં હોય. ·  ...

ભાષા મારી ગુજરાતી

માતા છે ગુજરાતની ધરતી               વતનની એ માટી છે ... એ માટી માં  મૂળ છે  મારા        ભાષા મારી ગુજરાતી છે ... આપણે એને સાચવી  જાણીએ              આપણે ને સાચવતી એ....  ધૂળ નથી કુળ આપણું      ભાષા  મારી ગુજરાતી છે ........ મીઠાં બોલ ગુજરાતી અમે ....   થોડામાં કહી દઈએ ધણુ.... ભૂલ ચુક છે લેવી દેવી .... ભૂલું ત્યાથી   ફરી ગણું .....  અરે આવે કોઈ તો આવો કહી એ...            આવજો જ્યારે થાય વિદાય.....  નામ ની પાછળ ભાઈ ને બહેન .....    માન દઈ ને બોલવાયા...... સંબધન માં  સ્નેહ  છલકતો      હેતભર્યું   હરખાતી એ ....... આપણાં ગાંધી બાપુની ભાષા....           ભાષા મારી ગુજરાતી છે ...  કોને પડે એના કાળજા માથે         કામણ રૂડા કરતી એ ....... હરખધેલા  ગુજરાતી ના  ...

સૂઈગામ વસુધૈવ કૂટુંબકમ

Image
બનાસકાંઠા જિલ્લાના ઇન્ડો પાક બોર્ડર નજીક સૂઈગામ તાલુકાના  મમાંણા ગામમાં સમસ્ત ગામના લોકો  વસુધૈવ કૂટુંબકમ ની ભાવનાથી સંપીને રહે છે  ગામમાં પ્રવેશતાં જ પહોળા અને પાકા રસ્તાઓ,પાણીથી ભરેલું અને ચારે બાજુ  વૃક્ષો અને શિવમંદિર મામણેચી માતાજી, ફૂલબાઈ અને ચાલકનેચી માતાજીના મંદિરોથી રળિયામણું લાગતું ગામ તળાવ, પંચાયત ધર જાણે કોઈ મોર્ડન સિટીમાં આવ્યા હોય તોવો અહેસાસ થાય . ખેતી અને પશુપાલન ના મુખ્ય વ્યવસાય ધરાવતા ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામમાં ગઢવી,રબારી,પ્રજાપતિ ,ઠાકોર, દલિત,સુથાર,લુહાર,સાધુ, વગેરે અલગ અલગ કોમના લોકો સંપીન રહે છે .આજદિન સુધી ગ્રામ પંચાયતના સરપંચ કે  સભ્યોની ક્યારેય ચૂંટણી થઈ નથી, જાહેરનામું પડે કે ગામના તમામાં કોમના લોકો ભેગા મળી સ્વયંભૂ સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરે છે ગામના જાગીરદાર ગણાતા ગઢવી પરિવારને જ ગ્રામજનો સરપંચ તરીકે બિનહરીફ ચૂંટે છે . ગામને વિકસિત કરવા  સરપંચ અને સભ્યો સતત પ્રયત્નશીલ રહે છે .  ગામમાં ક્યાંય ગુટખા, પાનબીડી કે તમાકુનું વેચાણ થતું નથી ઉપરાત દારૂ બનાવવા કે વેચાણ પર પ્રતિબંધ હોઇ ગામ વ્યસનમુક્તછે રસ્તાઓ પર ક્યાય કચરો, ...

માર્ચમાં જ ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે ગુજરાતમાં ગરમી

Image
કામ ન હોય તો માર્ચ મહિનામાં ઘરમાંથી બપોરના સમયે બહાર નીકળવાનુ ટાળજો. હવામાન વિભાગની આગાહીમાં જણાવાયુ છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાતમાં ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. માર્ચ મહિનાથી શરૂઆતમાં જ ગરમીનો કકળાટ શરુ થતા આ વર્ષે ઉનાળો આકરો સાબિત થવાનો છે. માત્ર ગુજરાત જ નહીં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.હવામાન વિભાગ દ્વારા સીઝનલ ફોરકાસ્ટ રીપોર્ટમાં આકરા ઉનાળાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં પણ ગરમી જોવા મળશે. દિલ્હી, હરીયાણા, પંજાબ, રાજસ્થાનમાં ૧.૫ ડિગ્રી તાપમાન વધુ જોવા મળશે.

જળશ્રી કૃષ્ણ: નર્મદાનીર પહોંચ્યા રાજકોટ માં

ઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત રાજકોટ માટે આ ઉનાળામાં રાહત થાય તેવું પગલું સરકારે લીધું છે. શુક્રવારે સવારે 8 કલાકે ધોળીધજા ડેમમાંથી નર્મદાનું પાણી છોડીને આજી ડેમ તરફ રવાના કરી દેવાયું છે. આજે આ નર્મદાના નીરનો ધસમસતો પ્રવાહ ત્રંબા ગામ પહોંચી ગયો છે. ત્યારે તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ પાણી શનિવાર બપોર કે સાંજ સુધીમાં આજીડેમ પહોંચી જશે અને ધીરે ધીરે પાણીનો ભરાવો શરૂ થઇ જશે. મનપાએ રાજકોટ સિંચાઇ વિભાગ પાસે બે મહિના પહેલા સૌની યોજનાના પાણી માટે માંગ કરી હતી. સિંચાઇ વિભાગે તે દરખાસ્ત સરકારમાં મૂકી હતી. જેને ગંભીરતાથી લેતા શુક્રવારે જ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે પાણી પહોંચ્યા બાદ કોઇ તકનીકી ખરાબી નહીં સર્જાય તો દરરોજ ઓછામાં ઓછું 40 કરોડ લિટરથી માંડી 70 કરોડ લિટર પાણીની આવક આજી ડેમમાં થશે તેમ રાજકોટ સિંચાઇ વર્તુળના સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર કે. એચ. મહેતાએ જણાવ્યું હતુ. રાજકોટે માગ્યું હતું 2000 કરોડ લિટર પાણી સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળા માટે આજીડેમ ભરવા બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણીની માંગ કરી હતી. સિંચાઇ વિભાગે આ માંગ સરકાર પાસ...