Posts

Showing posts from April, 2018

સૂઈગામ વસુધૈવ કૂટુંબકમ

Image
બનાસકાંઠા જિલ્લાના ઇન્ડો પાક બોર્ડર નજીક સૂઈગામ તાલુકાના  મમાંણા ગામમાં સમસ્ત ગામના લોકો  વસુધૈવ કૂટુંબકમ ની ભાવનાથી સંપીને રહે છે  ગામમાં પ્રવેશતાં જ પહોળા અને પાકા રસ્તાઓ,પાણીથી ભરેલું અને ચારે બાજુ  વૃક્ષો અને શિવમંદિર મામણેચી માતાજી, ફૂલબાઈ અને ચાલકનેચી માતાજીના મંદિરોથી રળિયામણું લાગતું ગામ તળાવ, પંચાયત ધર જાણે કોઈ મોર્ડન સિટીમાં આવ્યા હોય તોવો અહેસાસ થાય . ખેતી અને પશુપાલન ના મુખ્ય વ્યવસાય ધરાવતા ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામમાં ગઢવી,રબારી,પ્રજાપતિ ,ઠાકોર, દલિત,સુથાર,લુહાર,સાધુ, વગેરે અલગ અલગ કોમના લોકો સંપીન રહે છે .આજદિન સુધી ગ્રામ પંચાયતના સરપંચ કે  સભ્યોની ક્યારેય ચૂંટણી થઈ નથી, જાહેરનામું પડે કે ગામના તમામાં કોમના લોકો ભેગા મળી સ્વયંભૂ સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરે છે ગામના જાગીરદાર ગણાતા ગઢવી પરિવારને જ ગ્રામજનો સરપંચ તરીકે બિનહરીફ ચૂંટે છે . ગામને વિકસિત કરવા  સરપંચ અને સભ્યો સતત પ્રયત્નશીલ રહે છે .  ગામમાં ક્યાંય ગુટખા, પાનબીડી કે તમાકુનું વેચાણ થતું નથી ઉપરાત દારૂ બનાવવા કે વેચાણ પર પ્રતિબંધ હોઇ ગામ વ્યસનમુક્તછે રસ્તાઓ પર ક્યાય કચરો, ...