Posts

Showing posts from 2018

ભાષા મારી ગુજરાતી

માતા છે ગુજરાતની ધરતી               વતનની એ માટી છે ... એ માટી માં  મૂળ છે  મારા        ભાષા મારી ગુજરાતી છે ... આપણે એને સાચવી  જાણીએ              આપણે ને સાચવતી એ....  ધૂળ નથી કુળ આપણું      ભાષા  મારી ગુજરાતી છે ........ મીઠાં બોલ ગુજરાતી અમે ....   થોડામાં કહી દઈએ ધણુ.... ભૂલ ચુક છે લેવી દેવી .... ભૂલું ત્યાથી   ફરી ગણું .....  અરે આવે કોઈ તો આવો કહી એ...            આવજો જ્યારે થાય વિદાય.....  નામ ની પાછળ ભાઈ ને બહેન .....    માન દઈ ને બોલવાયા...... સંબધન માં  સ્નેહ  છલકતો      હેતભર્યું   હરખાતી એ ....... આપણાં ગાંધી બાપુની ભાષા....           ભાષા મારી ગુજરાતી છે ...  કોને પડે એના કાળજા માથે         કામણ રૂડા કરતી એ ....... હરખધેલા  ગુજરાતી ના  ...

સૂઈગામ વસુધૈવ કૂટુંબકમ

Image
બનાસકાંઠા જિલ્લાના ઇન્ડો પાક બોર્ડર નજીક સૂઈગામ તાલુકાના  મમાંણા ગામમાં સમસ્ત ગામના લોકો  વસુધૈવ કૂટુંબકમ ની ભાવનાથી સંપીને રહે છે  ગામમાં પ્રવેશતાં જ પહોળા અને પાકા રસ્તાઓ,પાણીથી ભરેલું અને ચારે બાજુ  વૃક્ષો અને શિવમંદિર મામણેચી માતાજી, ફૂલબાઈ અને ચાલકનેચી માતાજીના મંદિરોથી રળિયામણું લાગતું ગામ તળાવ, પંચાયત ધર જાણે કોઈ મોર્ડન સિટીમાં આવ્યા હોય તોવો અહેસાસ થાય . ખેતી અને પશુપાલન ના મુખ્ય વ્યવસાય ધરાવતા ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામમાં ગઢવી,રબારી,પ્રજાપતિ ,ઠાકોર, દલિત,સુથાર,લુહાર,સાધુ, વગેરે અલગ અલગ કોમના લોકો સંપીન રહે છે .આજદિન સુધી ગ્રામ પંચાયતના સરપંચ કે  સભ્યોની ક્યારેય ચૂંટણી થઈ નથી, જાહેરનામું પડે કે ગામના તમામાં કોમના લોકો ભેગા મળી સ્વયંભૂ સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરે છે ગામના જાગીરદાર ગણાતા ગઢવી પરિવારને જ ગ્રામજનો સરપંચ તરીકે બિનહરીફ ચૂંટે છે . ગામને વિકસિત કરવા  સરપંચ અને સભ્યો સતત પ્રયત્નશીલ રહે છે .  ગામમાં ક્યાંય ગુટખા, પાનબીડી કે તમાકુનું વેચાણ થતું નથી ઉપરાત દારૂ બનાવવા કે વેચાણ પર પ્રતિબંધ હોઇ ગામ વ્યસનમુક્તછે રસ્તાઓ પર ક્યાય કચરો, ...

માર્ચમાં જ ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે ગુજરાતમાં ગરમી

Image
કામ ન હોય તો માર્ચ મહિનામાં ઘરમાંથી બપોરના સમયે બહાર નીકળવાનુ ટાળજો. હવામાન વિભાગની આગાહીમાં જણાવાયુ છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાતમાં ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. માર્ચ મહિનાથી શરૂઆતમાં જ ગરમીનો કકળાટ શરુ થતા આ વર્ષે ઉનાળો આકરો સાબિત થવાનો છે. માત્ર ગુજરાત જ નહીં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.હવામાન વિભાગ દ્વારા સીઝનલ ફોરકાસ્ટ રીપોર્ટમાં આકરા ઉનાળાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં પણ ગરમી જોવા મળશે. દિલ્હી, હરીયાણા, પંજાબ, રાજસ્થાનમાં ૧.૫ ડિગ્રી તાપમાન વધુ જોવા મળશે.

જળશ્રી કૃષ્ણ: નર્મદાનીર પહોંચ્યા રાજકોટ માં

ઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત રાજકોટ માટે આ ઉનાળામાં રાહત થાય તેવું પગલું સરકારે લીધું છે. શુક્રવારે સવારે 8 કલાકે ધોળીધજા ડેમમાંથી નર્મદાનું પાણી છોડીને આજી ડેમ તરફ રવાના કરી દેવાયું છે. આજે આ નર્મદાના નીરનો ધસમસતો પ્રવાહ ત્રંબા ગામ પહોંચી ગયો છે. ત્યારે તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ પાણી શનિવાર બપોર કે સાંજ સુધીમાં આજીડેમ પહોંચી જશે અને ધીરે ધીરે પાણીનો ભરાવો શરૂ થઇ જશે. મનપાએ રાજકોટ સિંચાઇ વિભાગ પાસે બે મહિના પહેલા સૌની યોજનાના પાણી માટે માંગ કરી હતી. સિંચાઇ વિભાગે તે દરખાસ્ત સરકારમાં મૂકી હતી. જેને ગંભીરતાથી લેતા શુક્રવારે જ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે પાણી પહોંચ્યા બાદ કોઇ તકનીકી ખરાબી નહીં સર્જાય તો દરરોજ ઓછામાં ઓછું 40 કરોડ લિટરથી માંડી 70 કરોડ લિટર પાણીની આવક આજી ડેમમાં થશે તેમ રાજકોટ સિંચાઇ વર્તુળના સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર કે. એચ. મહેતાએ જણાવ્યું હતુ. રાજકોટે માગ્યું હતું 2000 કરોડ લિટર પાણી સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળા માટે આજીડેમ ભરવા બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણીની માંગ કરી હતી. સિંચાઇ વિભાગે આ માંગ સરકાર પાસ...

shri devi nu nidhan

Image
મુંબઈમાં  શનિવારે રાત્રે બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહિ દીધું. દુબઈમાં હાર્ટ અટેકથી તેમનું મોત નિપજ્યું. શ્રીદેવી એક એવી અભિનેત્રી કે જેમની આંખો પણ બોલતી હતી, તેમની રહસ્યમયી મુસ્કાન હતી. આ વાતે જ તેમને બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર બનાવી. 5 દશકાના કરિયરમાં તેઓ સિલ્વર સ્ક્રીન પર છવાયેલી રહી. પુરૂષોના દબદબાવાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 80 અને 90ના સમયગાળામાં શ્રીદેવીએ તે ઉંચાઈએ પહોંચ્યા જ્યાં તેની પહેલાં કોઈ પહોંચી શક્યું ન હતું .