સાહસિકો બાઈકર્સ માટે રાયસિંગપુરનો અદ્દભૂત ટ્રેક - અમદાવાદથી હિંમતનગરથી આગળ શામળાજી રોડથી આવેલા આ ટ્રેક પર નદી છે, પહાડો છે અને અખૂટ પ્રાકૃતિક સૌદર્ય છે. અમદાવાદથી લગભગ નેવું કિ.મી દૂરના અંતરે ખારી નદીના કિનારાનો એક અદ્દભૂત ટ્રેક છે જેની આજે ચર્ચા કરીએ. અમદાવાદથી હિંમતનગરથી આગળ શામળાજી રોડથી આવેલા આ ટ્રેક પર નદી છે, પહાડો છે અને અખૂટ પ્રાકૃતિક સૌદર્ય છે. હિંમતનગર પહેલા મોતીપુરા ચોકડી પર સુંદર દાલબાટીની લહેજત માણીને તમે આગળ શામળાજીના રુટ પર જશો તો સાતેક કિ.મીના અંતરે બેરણા નામના ગામનું પાટીયું દેખાશે. આ રુટ પર આગલ એક હનુમાનજીનું મંદિર છે જ્યાં જમવાની -રહેવાની અને મોજ મસ્તી કરવાની અનોખી જગ્યાઓ છે. આમ તો બેરણાં ગામ જૂના બારી બારણાઓ, કમાડ અને બાર શાખ માટે આ વિસ્તારમાં જાણીતું છે. અહીં જૂની સ્ટાઈલની સાંકળો અને હેન્ડલ પણ મળે છે. લગભગ અડધો દિવસ અહીં શાંતિથી પસાર થાય તેવું છે.એ પછી આજ રસ્તે હિંમતનગર શામળાજીના હાઈવે પર પાછા આવીને આગલ જતા હમીરગઢના પાટીયેથી અંદર જતા ખારી નદીનો વિસ્તાર જોવા મળશે અહીં ખારી નદીના કિનારે આવેલા રાયસિંગપુર-રોડા ગામ પાસે એક હજાર વર્ષ જૂના મંદિરો અને આસપાસના કુદરતન...
Posts
Showing posts from May, 2013
- Get link
- X
- Other Apps
જીવનના હકારની કવિતા - હિરેન દવે ગઇકાલે લખેલી આવતીકાલની કવિતા આવતી કાલ હું આવતી કાલમાં માનતો ન હોત તો મેં કવિતા લખવી બંધ કરી હોત ! ગઈ કાલે જ મારી પત્નીને મેં તુલસીનો છોડ ઊછેરતાં જોઈ હતી. સાંજને સમયે સૂર્યનાં કિરણો એના પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ. હું આજમાં માનું છું એથી તો હું ગઇ કાલના કવિઓની કવિતા વાંચું છું. સવારના સૂર્યનો તડકો મારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે. પંખીનો ટહુકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે. શિશિરમાં જેનાં સઘળાંયે પાન ખરી ગયાં છે એવા વૃક્ષને તો પંખીનો ટહુકો પણ પાંદડું લાગે. હું એ ટહુકાને આંખમાં આંજી લઉં છું અને લખું છું મારી લિપિ. આવતી કાલ એ ઈશ્વરનું બીજું નામ છે ! - સુરેશ દલાલ ભવિષ્યની ચિંતા કરીને 'આજ'ને બગાડવા જેવું દુષ્કૃત્ય બીજું કોઈ નથી. 'આજની ઘડી તે રળિયામણી' - એ પંકિત નરસૈયાની છે પણ જીવનને પ્રેમ કરનારા દરેક પાસે એને માણવાનો હુન્નર જોઈએ જ જોઈએ ! આવતીકાલ આજ કરતાં વધુ સધ્ધર હશે એમ માનીને જીવવામાં 'આજ' વધારે બળુકી અને સફળ પુરવાર થાય છે. સુરેશ દલાલ હકારાત્મક સાહિત્યના સ્થપતિ છે. આવતી કાલ જાણે ક...
- Get link
- X
- Other Apps
ટોપ ટેન રાજસ્થાનના ભાણગઢના અભેદ કિલ્લામાં સાંજ પછી કોઇને પ્રવેશવા દેવામાં આવતા નથી. કહેવાય છે કે એ ભૂતોનો કિલ્લો છે. ત્યાં સર્જાયેલી ભૂતાવળ એક પક્ષીય પ્રેમકથાને આધીન છે. આ પ્રેમકથા ભાણગઢના રાજવી પરિવાર સાથે જોડાયેલી છે જયપુરથી અલવર જતાં રસ્તામાં આવતો ભાણગઢનો કિલ્લો રાજસ્થાન ફરવા ગયેલા મોટાભાગના લોકોએ જોયો હશે. આ કિલ્લો ૧૫૭૩માં રાજસ્થાનના આમેરના રાજવી ભગવંતદાસે બનાવડાવ્યો હતો, જે પછીનાં વર્ષોમાં ભગવંતદાસ મહારાજના બીજા નંબરના દીકરા માધોસિંહના કબજામાં આવ્યો હતો. કિલ્લાના સ્થાપત્યની વાત કરીએ તો ભાણગઢના આ કિલ્લાને પાંચ મુખ્ય દરવાજા છે અને કિલ્લામાં ચાર ખુફિયા એટલે કે ચોર રસ્તા છે. કહેવાય છે કે આ ચાર રસ્તાઓ ભારતનાં ચાર મહત્ત્વનાં શહેરોમાં ખૂલે છે,જેમાંથી એક શહેર દિલ્હી પણ છે. જ્યારે એવું પણ કહેવાય છે કે અન્ય ત્રણ શહેરમાં મુંબઈ, અમદાવાદ અને કન્યાકુમારીનો સમાવેશ થાય છે. એવું કહેવાતું હતું કે કિલ્લામાં બનાવવામાં આવેલાં આ ભોંયરાં માધોસિંહે એ સમયે ભાણગઢમાં રહેતાં ૧૦,૦૦૦ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાવ્યાં હતાં. કિલ્લાની ત્રણ બાજુએ પહાડો આવ્યા હતા તો ચોથી દિશા એટલ...