Posts

Showing posts from December, 2019

વડાપ્રધાન મોદીના

ચિંતા ૨૦૧૯ની બિલકુલ નથી એ પછીના પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે ૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટ્‌સ મળી હતી. આ વખતે ૩૦૦ પ્લસ પાકી છે અને એન.ડી.એ.એ કુલ મળીને ૩૫૦ થી પોણા ચારસો સીટ્‌સ મળે છે એ નક્કી છે. લોકસભામાં ટુ થર્ડ મેજોરિટી થઈ જવાની એ પાકું – બે તૃતિયાંશ બહુમતી માટે ૩૬૨/૩૬૩ સીટ્‌સ જોઈએ. ·          મારો અભ્યાસ એમ કહે છે કે ડિસ્પાઈટ એવરિથિંગ મોદી માટે આ ચૂંટણી કેકવૉક છે. બીજી ટર્મ એમને મળશે કે નહીં એ વિશે મારામનમાં કોઈ અવઢવ નથી. બીજી ટર્મ મળશે એટલું જ નહીં , લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે મળશે અને આવતાં બે-ત્રણ વર્ષમાં રાજ્યસભામાં પણ એન.ડી.એ. બે તૃતિયાંશ બહુમતી મેળવી લેશે. અને આ બીજી ટર્મના છેલ્લા બે વર્ષ દરમ્યાન જે કંઈ બંધારણીય સુધારણાઓની અને ક્રાન્તિકારી પગલાંઓની આપણે સૌ આશા રાખીએ છીએ તે બધાં જ કામ થવાનાં. એ બધાં કામઉપરાંત આપણે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવાં એવાં કામ આ મોદી દિવસરાતના ઉજાગરા કરીને આપણા માટે કરવાના છે – મારા આ શબ્દો લખી રાખજો , એવાં એવાં કામ મોદી કરશે જેની આપણને કલ્પના પણ નહીં હોય. ·  ...