- મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે
- બે નદીઓના સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતુ મંદિર
સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના આરસોડીયા ગામની એકથી બે કિ.મી. ની અંતરે સાબરમતી નદીના પવિત્ર કાંઠા ઉપર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતું આ સ્થળ લોકબોલીમાં સાતેરા તરીકે ઓળખાય છે. સપ્તેશ્વર મહાદેવના આ મંદિરની ખ્યાતિ અનેરી હોવાથી વર્ષ દરમ્યાન અહીં લાખો શ્રદ્ધાળુ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

સપ્તેશ્વર મહાદેવ મંદિરની શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે અને કુદરતી રીતે શિવલિંગનું પ્રક્ષાલન કરે છે. આ ધારાઓ ક્યાંથી આવે છે એ કોઈ નેય ખબર નથી. જળાધારીનુ આ પાણી વહીને બહારના એક કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે છ

Comments

Popular posts from this blog

હરમનપ્રીત કૌર માટે આગળ આવ્યો યુવરાજ સિંહ, ગૂગલ સર્ચમાં આ ભૂલ સુધારશે