અગ્નિ ભરેલો શબ્દ                               
                                                                                            


જો, તને અને મને સાથે બેસતી આવે એવી છે ને?’ કલ્યાણી બોલી અને ગૌતમની મૂંઝવણ 
 જોઇ હસી પડી.
ગૌતમે એકાએક પીઠ ફેરવી ચાલવા માંડ્યું. કલ્યાણીએ તાળી પાડી ગૌતમને સાદ કર્યો :
ગૌતમ, ગૌતમ! આમ જો. નહિ પહેરાવું. એક વાત કહું.’
કલ્યાણીને શી વાત કરવી હતી તે ગૌતમ જાણતો હતો. તે પાછો ન ફર્યો એ જ ઠીક થયું, કારણ કલ્યાણીએ જોયું કે રુદ્રદત્ત અને વિદ્યાર્થીઓ પાઠશાળામાં પાછા આવતા હતા.
કશું જ નવું બનતું નહોતું તોયે ગૌતમને નવી દુનિયા રચાતી દેખાઇ. આ બધું તેને ગમતું હતું. કલ્યાણી વરમાળા આરોપે એવું દૃશ્ય તેણે વારંવાર કલ્પ્યું. એક વખત તેણે અર્પાતી માળા જોઇ, માળા સુંદર લાગી. એક વખત તેણે માળા ઉંચકતા હાથ જોયા, કલામય મરોડવાળી કળાઇ અને તેમાંથી ચંદ્રકિરણ સરખી લંબાતી આંગળીઓ જોયા જ કરવાનું તેને મન થયું. માળા અપાતી વખતનું કલ્યાણીનું મુખ તેણે કલ્પનામાં જોયું. જીવંત કલ્યાણી સામે આટલું તાકીને જોઇ રહેવાય? મુખદર્શનનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય તો કલ્પના જ આપી શકે. તેણે મન ભરીને કલ્યાણીનું મુખ નિહાળ્યું. તેણે કદી ન જોયેલું , ન કલ્પેલું સૌન્દર્ય એ મુખમાં દેખાયાં કરતું હતું. એ મુખમાં ચંદ્રની શીતળતા હતી, શુક્રનો ચળકાટ હતો, નક્ષત્રોની ગૂંથણી હતી. આકાશગંગાની અસ્પષ્ટ ધવલ રેખાઓ હતી અને રાશિમંડળોથી ચમકતા નભોમંડળનું ગહન સ્મિત હતું.



વિરાટનું સૌન્દર્ય કલ્યાણીમાં ઊઘડતું હતું કે શું' મહાન અને પૂજ્ય ન લાગે એ સૌન્દર્ય કહેવાય ખરું'
પણ એ મહત્તાને -પૂજ્યતાને પગે લગાય. એની સાથે રમાય શી રીતે? અને જેની સાથે મન મૂકીને રમાય નહિ એ સૌન્દર્યનું કામેય શું
ક્લ્યાણી ગૌતમનો ભાવ સમજી ગઇ, તે હસી અને બોલી ; "કેમ, હું અસહ્ય લાગું છું"
તેનૈવરૂપેણ ચતુર્ભુજેનસહસ્રબાહો ભવ વિશ્ર્વમૂર્તે’
ગૌતમે જવાબમાં ગીતાવાક્ય સંભાર્યું


"હું ચંદ્ર બની જાઉં"
"ના. એ તો બહુ દૂર. પૂરું મુખ દેખાડે જ ભાગ્યે, મહિને એક વાર."
"તારો બની જાઉં"
એ તો બહુ ચપલ. ઘડી મીટ માંડે નહિ.’
ત્યારે ફૂલમાળા બનું
એ તો ગમે, પણ અતિ કોમળ! અડકતાં દયા આવે.’
ત્યારે તું કેવી કલ્યાણી માગે છે
જેને પૂજી પણ શકું અને રમાડી પણ શકું તેવી.’
એ તો સ્ત્રીઓને જ આવડે. વિલાસ અને પૂજનને એક બનાવવાનું પુરુષ હજી શીખ્યો નથી.’
ત્યારે હું શું કરું"
જો, હું માથે મુગટ પહેરું છું અને હાથમાં વાંસળી ધરું છું.’
કેવી સુંદર તું દેખાય છે! જાણે કૃષ્ણે નારીરૂપ ધર્યું!
હવે સમજ્યો "કૃષ્ણ પૂજ્ય પણ છે અને પ્રિય પણ છે, નહિ"
ગૌતમ સ્તબ્ધ બન્યો. કલ્યાણીના સૌન્દર્યમાં કાંઇ અવનવું પરિવર્તન થઇ ગયું. ગૌતમનું હૃદય હાલી ઊઠ્યું. તેના હાથમાં ચાપલ્ય પ્રગટ્યું. તેના પગમાં વેગ જાગ્યો. તે ભૂલી ગયો કે તેને કંપની સરકાર સામે ઝઝૂમવાનું છે. તેને સ્થળનું ભાન ન રહ્યું. કાળનું ભાન ન રહ્યું, તે ગૌતમપણું વીસરી ગયો. તે કલ્યાણીમય-કલ્યાણીરૂપ બની ગયો! કલ્યાણીના દેહમાં સમાવવાની કોઇ અનિવાર્ય ઇચ્છા-આકર્ષણથી પ્રેરાઇ તેનો દેહ આગળ ધસ્યો, તેના હાથ કલ્યાણીના દેહને વીંટળાઇ વળ્યા, કલ્યાણીના દેહમાં સમેટાઇ જવા તેણે તેના દેહને ખૂબ દાબ્યો. સૌન્દર્યસ્પર્શ શું તેનો પ્રથમ આસ્વાદ લીધો અને એકાએક તેના હાથમાંથી દૂર ખસી ગયેલી કલ્યાણીનું અટ્ટહાસ્ય તેણે સાંભળ્યું. તેના હાથ નિરર્થક દબાયેલા લાગ્યા. તેનો દેહ અમસ્તો જ ખાલી અવકાશને સ્પર્શતો લાગ્યો. તેની આંખ ઊઘડી ગઇ હતી. ગામમાં કોઇ એકલવાયું શિયાળ રડતું સંભળાયું. શું તેણે સ્વપ્ન જોયું?
મધરાત વીતી ગઇ હતી. તે ખરે સૂતો હતો. તેને સ્વપ્ન આવ્યું હતું. માળા ગૂંથતી કલ્યાણીએ સ્વપ્ન પ્રેર્યું હતું? એ સ્વપ્નપ્રેરણા સાચી પડે તો? સાચી પડવાની તૈયારી જ હતી તો પછી એ ભાગ્ય સરખું અનિવાર્ય લગ્ન કેમ ન વધાવી લેવું?
ગૌતમ પીગળતો હતો. ક્રાન્તિને વિસારી સુખશય્યાને ખોળતો હતો. ફરી શિયાળ રડી ઊઠ્યું.
આટલું પાસે? છેક પાઠશાળાની ભીંતે આવી રડે છે!’ ગૌતમને વિચાર આવ્યો. એમ તો ગામડામાં ઘણી વખત બને છે.
પરંતુ તે સાથે જ નદી ઉપરથી ફાલુના હસવાનો અવાજ આવતો હતો એ શું? વિહારની સીમમાં શિયાળ હતાં, પરંતુ ફાલુ નહોતાં. શું કલ્યાણીનું સ્વપ્નમાં સંભળાતું હાસ્ય ખરેખર ફાલુના હાસ્યનો તો પડઘો નહિ હોય? બાહ્ય પ્રસંગોને મન સ્વપ્નમાં સાંકળી લે છે ! પણ અહીં ફાલુ ક્યાંથી?
ગૌતમ બેઠો થયો, ઊભો થયો, કોઇ ન સાંભળે એવી શાંતિભરી ઢબે તે પાઠશાળાની બહાર નીકળ્યો, અને ફાલુના હાસ્ય જેવા લાગતા બોલ તરફ ઉતાવળો જવા લાગ્યો.
ચોર શિયાળ જેવું રડી શકે છે, ફાલુ જેવું હસી શકે છે, અને એ રુદન કે હાસ્ય જેવા લાગતા પશુ-સ્વરમાં તે પોતાના સંકેતસંદેશ આપી શકે છે: આવી સામાન્ય માન્યતા છે. ગૌતમે એમાં કાંઇ સંકેત વાંચ્યો હશે? કે સંદેશ સાંભળ્યો હશે?
તેનું લક્ષ એ અવાજ તરફ હતું. ભૈરવનાથનું મંદિર આવતાં તે અટક્યો. તેણે ઊભા રહી ચારે પાસ જોયું. અંધકારમાં કાંઇ દેખાય નહિ. ઝાડના એક ઝુંડ ભણીથી તાળીનો અવાજ સંભળાયો. તેણે એ તરફ પગલાં મૂક્યાં. ઝાડી પાસે આવતાં જ તેણે પ્રશ્ર્ન સાંભળ્યો: ‘કોણ?’
હું, ગૌતમ.’ ગૌતમે જવાબ આપ્યો.
ત્યારે પાસે આવ.’
ગૌતમ પાસે આવ્યો, કોઇ અંધારપિછોડો ઓઢેલી વ્યક્તિ તેની પાસે આવી ઊભી
કેમ આટલું વહેલું?’
ધાર્યા કરતાં ચિનગારી વહેલી સળગી.’અજાણી વ્યક્તિ એ કહ્યું.
ઠીક. મારે માટે કાંઇ?’
બધું જ. તું તૈયાર છે?’
હા...તૈયાર તો છું.’ ગૌતમ સહજ ખમચાઇને બોલ્યો. ક્રાન્તિ માટે પ્રત્યેક ક્ષણે તૈયાર રહેવા પ્રતિજ્ઞાબદ્ધ થયેલા વીરને આવતી કાલના લગ્નની કલ્પના શું આમ ખટક દેતી હતી? રાતમાં જોયેલું સ્વપ્ન તેની વજ્રહૃદયમાં કુસુમની મૃદુલતા ઉપજાવતું? ગૌતમ સાવધ થયો.
તું તૈયાર નહિ હો તો થવું પડશે.’
કેમ?’
અગ્નિ અણધાર્યો સળગે ત્યારે વધારે ભય, અપકવ ફલપ્રાપ્તિ વધારે ચિંતાજનક, નહિ?’
અલબત્ત, હું તૈયાર છું. સહુ તૈયાર હશે જ.’
સહુ તૈયાર નથી. જૂન માસની રાહ જોતા બેઠા છે. તે પહેલાં તો અગ્નિ ભભૂકી ઊઠ્યો.’
એમ શાથી થયું?’
મંગળ પાંડેની ઘેલછાથી.’
મંગળ પાંડેની ? એણે શું કર્યું?’
ગોરા જનરલને કાપી નાખ્યો.’
મંગળે? ક્યારે?’ ગૌતમ ચમકીને બોલ્યો.
એક નહિ પણ ત્રણ ગોરાને એણે માર્યા.’
ત્રણને? કેવી રીતે?’
પાંડેજી રસાલામાં દાખલ થઇ ગયા હતા. તમને બંનેને માફી મળી છે એ તો તું જાણે છે ને?’
હા. પાંડેજી ક્યાં છે?’
કેદમાં.’
કેમ?’
એમણે ઘા કર્યો, પણ વહેલો પડ્યો, સૈનિકને સમજાયું નહિ કે શું કરવું. કોઇએ સાથ ન આપ્યો. પાંડેજી પરદેશીને હાથ મૃત્યુ જોયું, અને પોતાની જ બંદૂક પોતાના ઉપર વાપરી.’
પછી.’
પાંડેજી સામે મૃત્યુયે આવતાં ડરે. ખૂબ ઘવાયા એટલે ગોરાઓએ પકડી લીધા.’
હવે?’
હવે તોપનું મુખ કે ફાંસી!’
અને આપણે જોતા બેસીશું?’
અહીંથી પાંડેજી ઘણા દૂર છે.’
પાતાળમાં હોય તોય શું!’
મને આશા નથી.’
કેમ?’


Comments

Popular posts from this blog

હરમનપ્રીત કૌર માટે આગળ આવ્યો યુવરાજ સિંહ, ગૂગલ સર્ચમાં આ ભૂલ સુધારશે