davehiren416@gmail.comબ્રિટશ ગુજરાતીઓ દ્વારા પોતાના સાંસ્કૃતિક ગર્વ માટે વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મહેમાનોને ગુજરાતનું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, સાંસ્કૃતિક સંગીત અને સાંસ્કૃતિક નૃત્યનો આનંદ માણશે જે પહેલા ક્યારેય પણ નહીં જોવામાં આવ્યો હોય. ઇવેન્ટમાં એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે જેમાં લોકો ગુજરાતની સાંસ્કૃતિક કલા, માટી કામ જેવી ફાઇન આર્ટ્સની કલાઓની જટીલતાઓને પણ સમજવામાં મદદરૂપ થશે. 'રંગીલુ ગુજરાત' ઇવેન્ટમાં ગુજરાતની વિવિધતા અને તેની શક્તિની જલક મેળવવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવશે. સાથે જ દુનિયાભરમાં પોતાના બુદ્ધીચાતુર્યથી આગળ વધેલી ગુજરાતી પ્રજાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. 'રંગીલુ ગુજરાત' ગુજરાતની સંસ્કૃતિ અને ઉજવણી અને બીજા પાસાઓ પર લોકોને માહિતગાર કરશે.
૧૫ ઓગષ્ટ – સ્વતંત્રતા દિવસ કે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કરવાનો દિવસ 15 મી ઓગષ્ટ , 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે 67 વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી , આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ ? બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે નીચે મુજબના બે વાક્યો પણ છે. 1. ...
Comments
Post a Comment