ભાષા મારી ગુજરાતી


માતા છે ગુજરાતની ધરતી
              વતનની એ માટી છે ...
એ માટી માં  મૂળ છે  મારા
       ભાષા મારી ગુજરાતી છે ...

આપણે એને સાચવી  જાણીએ 
            આપણે ને સાચવતી એ.... 

ધૂળ નથી કુળ આપણું
     ભાષા  મારી ગુજરાતી છે ........

મીઠાં બોલ ગુજરાતી અમે ....
  થોડામાં કહી દઈએ ધણુ....

ભૂલ ચુક છે લેવી દેવી ....
ભૂલું ત્યાથી   ફરી ગણું ..... 

અરે આવે કોઈ તો આવો કહી એ...  
         આવજો જ્યારે થાય વિદાય..... 

નામ ની પાછળ ભાઈ ને બહેન .....
   માન દઈ ને બોલવાયા......


સંબધન માં  સ્નેહ  છલકતો
     હેતભર્યું   હરખાતી એ .......


આપણાં ગાંધી બાપુની ભાષા.... 
         ભાષા મારી ગુજરાતી છે ... 


કોને પડે એના કાળજા માથે
        કામણ રૂડા કરતી એ .......


હરખધેલા  ગુજરાતી ના 
       હૈયામાં હરખાતી એ ..... 

અષાઢી ધન ગરજે  કદી
        ઝીણું ઝીણું ઝરમરતી એ ..... 

 ગરવા આ ગુજરાતી ભાષા 
          ભાષા   મારી ગુજરાતી છે ......





















Comments

Popular posts from this blog

હરમનપ્રીત કૌર માટે આગળ આવ્યો યુવરાજ સિંહ, ગૂગલ સર્ચમાં આ ભૂલ સુધારશે