વડાપ્રધાન મોદીના



ચિંતા ૨૦૧૯ની બિલકુલ નથી એ પછીના પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે



૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટ્‌સ મળી હતી. આ વખતે ૩૦૦ પ્લસ પાકી છે અને એન.ડી.એ.એ કુલ મળીને ૩૫૦ થી પોણા ચારસો સીટ્‌સ મળે છે એ નક્કી છે. લોકસભામાં ટુ થર્ડ મેજોરિટી થઈ જવાની એ પાકું બે તૃતિયાંશ બહુમતી માટે ૩૬૨/૩૬૩ સીટ્‌સ જોઈએ.
·         મારો અભ્યાસ એમ કહે છે કે ડિસ્પાઈટ એવરિથિંગ મોદી માટે આ ચૂંટણી કેકવૉક છે. બીજી ટર્મ એમને મળશે કે નહીં એ વિશે મારામનમાં કોઈ અવઢવ નથી. બીજી ટર્મ મળશે એટલું જ નહીં, લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે મળશે અને આવતાં બે-ત્રણ વર્ષમાં રાજ્યસભામાં પણ એન.ડી.એ. બે તૃતિયાંશ બહુમતી મેળવી લેશે. અને આ બીજી ટર્મના છેલ્લા બે વર્ષ દરમ્યાન જે કંઈ બંધારણીય સુધારણાઓની અને ક્રાન્તિકારી પગલાંઓની આપણે સૌ આશા રાખીએ છીએ તે બધાં જ કામ થવાનાં. એ બધાં કામઉપરાંત આપણે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવાં એવાં કામ આ મોદી દિવસરાતના ઉજાગરા કરીને આપણા માટે કરવાના છે મારા આ શબ્દો લખી રાખજો, એવાં એવાં કામ મોદી કરશે જેની આપણને કલ્પના પણ નહીં હોય.
·         મોદીની એ સફળતા જોઈને કોંગ્રેસ અને એના ભાંગફોડિયા સાથીઓના પેટમાં તેલ રેડાવાનું, તેઓ રાજકીય ક્ષેત્રમાંથી ભૂંસાઈજવાની અણી પર આવી જશે, એ સૌની પીઠ ભીંત સરસી ચંપાઈ જશે, બચવાનો કોઈ મારગ નહીં હોય, ભારતના લોકોને એમનાપર સહેજ પણ વિશ્વાસ બચ્યો નહીં હોય માત્ર પેઈડ સેક્યુલર લેફ્ટિસ્ટ મીડિયાના રહ્યાસહ્યા ચિરકુટો એમની સાથે હશે, કોંગ્રેસીઓઅને એમના સડકછાપ સાથીઓ જીવ પર આવી જશે અને તે વખતે ભારત માટે, મોદી માટે, આપણા સૌ માટે સૌથી મોટો ખતરોઊભો થશે  અને આપણે વિટનેસ કર્યું છે કે દિગ્વિજયસિંહની જેમરાહુલના બીજા સાથી-સલાહકારો ચાહે એ અહમદ પટેલ હોય, કપિલ સિબ્બલ હોય કે પછી કોંગ્રેસ ગમે ત્યારે જેમનાં ચરણની રજમાથે ચડાવી શકે છે તે માયાવતી, અખિલેશ, મમતા કે પછી  કેજરીવાલ હોય આ સૌ નિર્વસ્ત્ર નેતાઓ પોતાનાહાથમાંથી સરી ગયેલી સત્તાને પાછી મેળવવા, એક છેલ્લો ચાન્સ હવે આ જ છે એમ કહીને મરણિયા બની જશે અને પહેલી ટર્મમાંતો એમણે બહુ છટપટાહટ કરી મોદીને હેરાન કરવાની, ન કરી શક્યા. બીજી આખીય ટર્મ દરમ્યાન, આ સૌ ગદ્દારો મોદી જે રાતના ત્રણ-ચાર કલાક પૂરતા જ ઊંઘે છે, એમને એટલુંય સૂવા નહીં દે એવા એવા ખેલ આ કોંગ્રેસી, મુસ્લિમવાદીઓ, લેફ્‌ટિસ્ટોકરશે અને પેઈડ મીડિયા પણ પોતાના શરીર પરની છેલ્લી લંગોટી બચાવવા દસગણા જોરથી મોદી વિરુધ્ધનું પ્રચારકાર્ય શરૂ કરીને આપણને ભરમાવવા માટે એડીચોટીનું જોર લગાવશે.

·         ૨૦૧૯ની ચૂંટણીની ચિંતા નથી. મને ૨૦૨૪ની ચૂંટણીની ચિંતા છે. આપણને સૌને હોવી જોઈએ. આવતાં પાંચ વર્ષ દરમ્યાન એકે એક દિવસ આપણે ચૌકન્ના રહેવું પડશે. વિપક્ષો મરણિયા બનીને મોદીને નુકસાન કરવાના હેતુથી આ દેશનું નુકસાન કરવાતૈયાર થશે. ભૂતકાળમાં એમણે એ જ કર્યું છે. પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગે ત્યારે કોંગ્રેસે દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાય એવીહરકતો કરીને પોતાને બચાવી લેવાની અપવિત્ર હરકતો કરી જ છે. મોદીને ઉથલાવવા એમના વિરોધીઓ દેશમાં અસ્થિરતા ઊભીકરી શકે એમ છે. તેઓ માત્ર કોમી રમખાણો જ નહીં, સાઉથમાં, નૉર્થ-ઈસ્ટમાં, બંગાળમાં પણ સિવિલ વૉરની પરિસ્થિતિ પેદા કરીશકે એમ છે. પગથી માથા સુધી શુધ્ધ એવા મોદી પર રફાલને કૌભાંડ ગણાવીને આક્ષેપોનો મારો ચલાવતા દેશદ્રોહીઓ આગામીપાંચ વર્ષમાં મોદી પર જ નહીં મોદીના સૌથી નિકટના સાથી રાજકારણીઓ તેમ જ મોદીના વિશ્વાસુ હોય એવા બ્યુરોક્રેટ્‌સ તેમ જમોદી સમર્થકોની ક્રેડિબિલિટી પર એવા એવા પ્રહારો કરશે કે આમ જનતા ભ્રમિત થઈ જાય આટલું બધું થાય છે તો એમાં કંઈકતો સાચું હશે ને તમે વિચારવા માંડશો. મરતા ક્યા નહીં કરતાની પરિસ્થિતિમાં મૂકાયેલાઓ માટે તો એ છેલ્લો દાવ હશે. એમણેતો આમેય મરવાનું જ છે. પણ હું તો મરું તને રાંડ કરતી જાઉં એવી ગંદી પણ સચોટ ગુજરાતી કહેવતને અનુસરીને વિરોધીઓ આદેશને વિધવા બનાવવાની તમામ કોશિશો કરશે.
 

Comments

Popular posts from this blog

હરમનપ્રીત કૌર માટે આગળ આવ્યો યુવરાજ સિંહ, ગૂગલ સર્ચમાં આ ભૂલ સુધારશે