સાહસિકો બાઈકર્સ માટે રાયસિંગપુરનો અદ્દભૂત ટ્રેક

- અમદાવાદથી હિંમતનગરથી આગળ શામળાજી રોડથી આવેલા આ ટ્રેક પર નદી છે, પહાડો છે અને અખૂટ પ્રાકૃતિક સૌદર્ય છે.

અમદાવાદથી લગભગ નેવું કિ.મી દૂરના અંતરે ખારી નદીના કિનારાનો એક અદ્દભૂત ટ્રેક છે જેની આજે ચર્ચા કરીએ. અમદાવાદથી હિંમતનગરથી આગળ શામળાજી રોડથી આવેલા આ ટ્રેક પર નદી છે, પહાડો છે અને અખૂટ પ્રાકૃતિક સૌદર્ય છે. હિંમતનગર પહેલા મોતીપુરા ચોકડી પર સુંદર દાલબાટીની લહેજત માણીને તમે આગળ શામળાજીના રુટ પર જશો તો સાતેક કિ.મીના અંતરે બેરણા નામના ગામનું પાટીયું દેખાશે.
આ રુટ પર આગલ એક હનુમાનજીનું મંદિર છે જ્યાં જમવાની -રહેવાની અને મોજ મસ્તી કરવાની અનોખી જગ્યાઓ છે. આમ તો બેરણાં ગામ જૂના બારી બારણાઓ, કમાડ અને બાર શાખ માટે આ વિસ્તારમાં જાણીતું છે. અહીં જૂની સ્ટાઈલની સાંકળો અને હેન્ડલ પણ મળે છે. લગભગ અડધો દિવસ અહીં શાંતિથી પસાર થાય તેવું છે.એ પછી આજ રસ્તે હિંમતનગર શામળાજીના હાઈવે પર પાછા આવીને આગલ જતા હમીરગઢના પાટીયેથી અંદર જતા ખારી નદીનો વિસ્તાર જોવા મળશે અહીં ખારી નદીના કિનારે આવેલા રાયસિંગપુર-રોડા ગામ પાસે એક હજાર વર્ષ જૂના મંદિરો અને આસપાસના કુદરતના નજારાને માણવાની અનોખી મજા છે. આ રસ્તો ઘણો અંતરીયાળ છે. અહીં લોકલ પબ્લિકને પૂછીને આગળ વધવું યોગ્ય છે. હમીરપુરા પછી જાબુંડી ગામે પહોંચવું એકદમ સરળ છે. જાંબુડી પહોંચ્યા પછી અહીંયા આગળ રોડાના મંદિર વિશે લોકલ લોકોને પૂછવાથી જ અંતરીયાળ નદીના કિનારે શોભતા આ મંદિરોની જાણકારી મળશે. અહીં ભગવાન શીવનું અતિપ્રાચિન મંદિર પણ આવેલું છે જ્યાં એક સુંદર કુંડ આજે પણ જર્જરીત આવસ્થામાં માજૂદ છે. કહેવાય છે કે શામળાજી ખાતે આવેલી હરિશ્ચન્દ્રની ચોરી તરીકે ઓળખાતું મંદિર જેટલાં જ આ મંદિરો જૂના છે. અહીં આ પ્રાચીન મંદિરોના ત્રણ ક્લસ્ટર આવેલા છે. એક અલગ જ પ્રકારની બાંધણી અહીં જોવા મળે છે. અહીંથી ખારી નદી ઘણી નજીક છે જ્યાં સુંદર કુદરતી દ્રશ્યો સર્જાય છે. અમદાવાદમાંથી વહેતી ખારીકટ કેનાલ ખારીનદી સાથે જોડાણ ધરાવે છે. પરંતુ આ જ ખારી નદી કુદરતી વાતાવરણમાં કેટલી સ્વર્ર્છ અને સુઘડ છે તેનો તમને અંદાજ આવશે. આખા ટ્રેકમાં સુંદર પક્ષીઓ અને નાના મોટા પહાડો પણ તમને તમારા વાહન પરથી ઉતરવા માટે મજબૂર કરી દેશે. આ રુટ પરથી એક તરફ ઈડર છે તો બીજી તરફ શામળાજી જવાનો રસ્તો છે. શામળાજી તરફ એક બે સારા ડેસ્ટિનેશન છે જેની વિગતે વાત કરીશું. આ રુટ પર જમવાની વ્યવસ્થા માટે કાંતો ગાંભોઈ ચોકડી જવું પડે અથવા તો પાછા હિંમત નગર આવવું પડે.

Comments

Popular posts from this blog

હરમનપ્રીત કૌર માટે આગળ આવ્યો યુવરાજ સિંહ, ગૂગલ સર્ચમાં આ ભૂલ સુધારશે