Posts

Image
Pathankot attack: 'All terrorists dead'                                  Army personnel take position on a building outside the Indian Air Force base in Pathankot.        Security forces continued search and combing operation inside the Pathankot airbase on Tuesday — the fourth day after the attack on the frontline Air Force Station (AFS) by terrorists. The operation was stepped up on Tuesday, an Air Force official told IANS. Firing could be heard from inside during Monday night and early Tuesday. A military official said a fifth terrorist was killed on the third day of the siege and at least one attacker remained in the complex, as troops worked to secure the sprawling compound. What we know so far and the unanswered questions: › January 1 (Friday) Early morning (around 3 am):  SP Salwinder Singh and his cook Madan Gopal alert local police...
પ્રથમ સુધારો (1951) : મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ . બીજો સુધારો (1953) : રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું . સાતમો સધારો (1956) : 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા . આઠમો સુધારો (1960) : અનુસુચિતજાતી અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામો આવ્યો . દસમો સુધારો (1961) : દાદરા તથા નાગર હવેલી વિસ્તાર ભારતનો બની ગયો . બારમો સુધારા (1961) : ગોવા , દમન અને દીવ ભારતમાં જોડાયા . તેરમો સુધારો (1962 ) : નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવાનો સુધારો . ચોદમો સુધારો (1962 ) : ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો . પંદરમો સુધારો (1963) : ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી . એકવીસમો સુધારો (1967) : બંધારણના આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ . છવ્વીસ્મો સુધારો (1971 ) : રાજાના સાલીયણા તથા વિશેષ અધિકારો બંધ કરી દીધા ...
Image
                                                                                                                                                                                                                     જન્માષ્ટમીનું ઉદ્દેશ્ય                                                                 ...
Image
                               ૧૫ ઓગષ્ટ  –  સ્વતંત્રતા દિવસ કે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કરવાનો દિવસ   15 મી ઓગષ્ટ , 1947  એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે  67  વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી ,  આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ ?      બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે નીચે મુજબના બે વાક્યો પણ છે.     1.      ...
Image
- મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે - બે નદીઓના સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતુ મંદિર સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના આરસોડીયા ગામની એકથી બે કિ.મી. ની અંતરે સાબરમતી નદીના પવિત્ર કાંઠા ઉપર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતું આ સ્થળ લોકબોલીમાં સાતેરા તરીકે ઓળખાય છે. સપ્તેશ્વર મહાદેવના આ મંદિરની ખ્યાતિ અનેરી હોવાથી વર્ષ દરમ્યાન અહીં લાખો શ્રદ્ધાળુ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સપ્તેશ્વર મહાદેવ મંદિરની શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે અને કુદરતી રીતે શિવલિંગનું પ્રક્ષાલન કરે છે. આ ધારાઓ ક્યાંથી આવે છે એ કોઈ નેય ખબર નથી. જળાધારીનુ આ પાણી વહીને બહારના એક કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે છ
Image
સાહસિકો બાઈકર્સ માટે રાયસિંગપુરનો અદ્દભૂત ટ્રેક - અમદાવાદથી હિંમતનગરથી આગળ શામળાજી રોડથી આવેલા આ ટ્રેક પર નદી છે, પહાડો છે અને અખૂટ પ્રાકૃતિક સૌદર્ય છે. અમદાવાદથી લગભગ નેવું કિ.મી દૂરના અંતરે ખારી નદીના કિનારાનો એક અદ્દભૂત ટ્રેક છે જેની આજે ચર્ચા કરીએ. અમદાવાદથી હિંમતનગરથી આગળ શામળાજી રોડથી આવેલા આ ટ્રેક પર નદી છે, પહાડો છે અને અખૂટ પ્રાકૃતિક સૌદર્ય છે. હિંમતનગર પહેલા મોતીપુરા ચોકડી પર સુંદર દાલબાટીની લહેજત માણીને તમે આગળ શામળાજીના રુટ પર જશો તો સાતેક કિ.મીના અંતરે બેરણા નામના ગામનું પાટીયું દેખાશે. આ રુટ પર આગલ એક હનુમાનજીનું મંદિર છે જ્યાં જમવાની -રહેવાની અને મોજ મસ્તી કરવાની અનોખી જગ્યાઓ છે. આમ તો બેરણાં ગામ જૂના બારી બારણાઓ, કમાડ અને બાર શાખ માટે આ વિસ્તારમાં જાણીતું છે. અહીં જૂની સ્ટાઈલની સાંકળો અને હેન્ડલ પણ મળે છે. લગભગ અડધો દિવસ અહીં શાંતિથી પસાર થાય તેવું છે.એ પછી આજ રસ્તે હિંમતનગર શામળાજીના હાઈવે પર પાછા આવીને આગલ જતા હમીરગઢના પાટીયેથી અંદર જતા ખારી નદીનો વિસ્તાર જોવા મળશે અહીં ખારી નદીના કિનારે આવેલા રાયસિંગપુર-રોડા ગામ પાસે એક હજાર વર્ષ જૂના મંદિરો અને આસપાસના કુદરતન...
Image
જીવનના હકારની કવિતા - હિરેન દવે  ગઇકાલે લખેલી આવતીકાલની કવિતા આવતી કાલ હું આવતી કાલમાં માનતો ન હોત તો મેં કવિતા લખવી બંધ કરી હોત ! ગઈ કાલે જ મારી પત્નીને મેં તુલસીનો છોડ ઊછેરતાં જોઈ હતી. સાંજને સમયે સૂર્યનાં કિરણો એના પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ. હું આજમાં માનું છું એથી તો હું ગઇ કાલના કવિઓની કવિતા વાંચું છું. સવારના સૂર્યનો તડકો મારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે. પંખીનો ટહુકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે. શિશિરમાં જેનાં સઘળાંયે પાન ખરી ગયાં છે એવા વૃક્ષને તો પંખીનો ટહુકો પણ પાંદડું લાગે. હું એ ટહુકાને આંખમાં આંજી લઉં છું અને લખું છું મારી લિપિ. આવતી કાલ એ ઈશ્વરનું બીજું નામ છે ! - સુરેશ દલાલ ભવિષ્યની ચિંતા કરીને 'આજ'ને બગાડવા જેવું દુષ્કૃત્ય બીજું કોઈ નથી. 'આજની ઘડી તે રળિયામણી' - એ પંકિત નરસૈયાની છે પણ જીવનને પ્રેમ કરનારા દરેક પાસે એને માણવાનો હુન્નર જોઈએ જ જોઈએ ! આવતીકાલ આજ કરતાં વધુ સધ્ધર હશે એમ માનીને જીવવામાં 'આજ' વધારે બળુકી અને સફળ પુરવાર થાય છે. સુરેશ દલાલ હકારાત્મક સાહિત્યના સ્થપતિ છે. આવતી કાલ જાણે ક...